ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

વીર મોખડાજી ગોહિલ

Veer Mokhdaji Gohil

ધડ ધિંગાણે જેના માથડા મહાણે
એનો પાળીયો થઇ ને પૂજાવું,
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું

કચ્છ – કાઠીયાવાડ માં વીર મોખડાજી ની વાત થી કોઈ અજાણ નો હોય, પણ એ વાત ને હું આજ ફરીથી લખું છું જેથી વીર પુરુષ મોખડાજી બધાયના હૈયા માં જીવંત રહે

ગોહિલો ના મૂળ-પુરુષ સેજકજી ગોહિલ, જેમને કાઠીયાવાડ ની ધરા માં સેજક્પૂર વસાવેલું, સેજકજી ના દીકરા રાણજી ગોહિલ જેમણે રાણપૂર વસાવ્યું , એ રાણજી ના દીકરા મોખડાજી ગોહિલ

વીર, પરાક્રમી એવો જુવાન જોધ માણસ જેને જોતા જ દુશ્મન ની છાતી ફાટી પડે એવો ભડવીર ઘોડિએ ચઢી ને પોતાના માણસો ની સાથે ફરે છે , ફરતા ફરતા દરિયા ની વચ્ચે એક સુંદર રળિયામણા બેટ ની માથે નજર જાય છે , માણસો ને પૂછે છે કે આ કયો બેટ છે ?
માણસ : બાપુ ,પેરમબેટ છે
મોખડાજી : પેરમબેટ જાવું છે
માણસો : બાપુ ત્યાં જનારો આજ સુધી કોઈ પાછો નથી આવી શક્યો , ત્યાં તો એક ઘેરી -કેસરી સાવજ રહે છે
મોખડાજી : ગમે એને ગરાસીયા નો કકહેવાય , દરબારુ ને કોઈ સીમાડા નો હોય ,જાવું છે મારે , કરો મછવો તૈયાર .


બધાય પેરમબેટ પહોંચે છે , સૂરજદેવ રન્નાદે ના ઓરડે પહોંચવાની તૈયારી કરે છે ,સુંદર સોનેરી સાંજ પથરાવા લાગે છે ,એમાં સાવજ ડાંક દેતો અને ઘૂઘવાતો બહાર આવે છે , પાંચ હાથ પૂરો સાવજ પોતાના રાજ માં બીજા ને જોઇને કોપાયમાન થયો હોય એમ તરાપ મારી ને હુમલો કરે છે , પણ ત્યાં તો બધાય માણસો જમીન માં મોઢું નાખીને ઉંધા બેસી જાય છે ,પણ વીર મોખડાજી ગોહિલ એ સાવજ ની સામે જાય છે , સિંહ મોખડાજી ઉપર તરાપ મારે છે ,એમાં મોખડાજી એ સાવજ ની થપાટ તો ઝીલી લે છે પણ એ સાવજ ની થપાટ ને કારણે મોખડાજી નો ડાબો હાથ ખડી જાય છે ,પણ જમણા હાથ માં જે તલવાર હતી એ તલવાર થી મોખડાજી એ સાવજ પર જે વાર કરે છે ,અને એ સાવજ ના બે કટકા કરી નાખે છે ભાઈ ,અને માણસો ને ખબર પડે છે કે સાવજ મરી ગયો એટલે સવળા મોઢા કરવા જાય એ પહેલા મોખડાજી એ કહી દીધું હતું કે હવે એ ના એ જ મોઢે પાછા જતા રહેજો આવા નામર્દો ની મારે જરૂર નથી , અને પછી મોખડાજી એ એકલા હાથે પેરમબેટ માં ગાદી સ્થાપી અને પોતાના ગોહિલ કુળ નો વાવટો ફરકાવ્યો .

ઠુંઠે ઠુંઠ દીધા ઢાળ
રગત રક્તે વહેતી ખાળ
મહીપત મોખડો હનુમાન…

એ સમયે દરિયા પર પહેલ વહેલું દાણ (જકાત) ઉઘરાવવા નું મોખડાજી એ શરુ કર્યું, વહાણવટુ કરનાર દરેક ને ત્યાં જકાત દેવું પડતું , નહીતર એને ત્યાં થી આગળ વધવા દેવામાં આવતો નહિ .આમ ત્યાં મોખડાજી ગોહિલ ત્યાં સ્વબળે પોતાનું આધિપત્ય જમાવે છે .

એક દિવસ દિલ્હી ના બાદશાહ નો વાણિયો ત્યાં થી પોતાનું વહાણ લઈને નીકળે છે , મોખડાજી વહાણ ને રોકે છે
વાણિયો : આ દિલ્હી ના બાદશાહ નું વહાણ છે ,આને રોકાય નહિ .
મોખડાજી : દિલ્હી ના બાદશાહ નું વહાણ હોય કે બ્રમ્હા નું વહાણ હોય મોખડાજી ગોહિલ નું દાણ ભર્યા વિના અહિયાં થી ડગલું મંડાય નહિ
વાણિયો : હું બાદશાહ ને ફરિયાદ કરીશ
મોખડાજી : ફરિયાદ કરવાની છૂટ છે , વહાણ ને લઇ લ્યો કિનારે , વહાણ માં શું છે ?
વાણિયો : બાપુ વહાણ માં ફક્ત ધૂળ ભરેલી છે
મોખડાજી વહાણ ખાલી કરાવે છે અને પર્ચી બનાવે છે કે , “મેં આ વહાણ ને રોક્યું છે, વહાણ માં ફક્ત ધૂળ ભરેલી છે, જ્યાં સુધી વાણિયો દાણ નહિ ભરે ત્યાં સુધી એના વહાણ ને જવા દેવા માં આવશે નહિ
પર્ચી લઈને વાણિયો દિલ્હી પહોંચે છે ,પણ એ પાછો આવે એ પહેલા પ્રસંગ એવો બને છે કે , એક લુહાર પોતાના કોઢ માં રોજ સવારે કચરો વાળે તો એમાંથી સોનાની 8-10 કણીઓ નીકળતી ,જોયું તો ઉંદર ના દર માંથી એ કણીઓ નીકળતી હતી , લુહારે એ વાત ની જાણ મોખડાજી ને કરી , મોખડાજી એ સંપૂર્ણ તપાસ કરાવી તો ખબર પડી કે એ લુહાર કોઢ ની કોઢ ની બરાબર બાજુ માં વાણિયા ની ધૂળ ભરેલી હતી , મોખડાજી એ તપાસ કરાવી તો એ ધૂળ નહોતી પરંતુ રેતમધુરી નામની માટી હતી કે જેમાંથી સુવર્ણ(સોનું) તૈયાર થાય છે , મોખડાજી એ બધી રેતમધુરી નું સોનું ઘડાવી નાખ્યું અને ઓરડા માં દરિયા ની ધૂળ ભરી દીધી

વાણિયો દિલ્હી થી પાછો આવે છે અને જકાત ભરે છે ત્યારે મોખડાજી અને દરિયાની જે ધૂળ ભરી હતી ઓરડા માં એ પાછી આપે છે ,
વાણિયો : આ ધૂળ મારી નથી
મોખડાજી : તે આ પર્ચી માં ધૂળ લખી છે અને આ ધૂળ તને પાછી આપવામાં આવે છે
વાણિયો દિલ્હી આવી ને બાદશાહ ને ફરિયાદ કરે છે
બાદશાહે કટક તૈયાર કર્યું અને ભાઈ કરી યુદ્ધ ની તૈયારીઓ
સામે મોખડાજી એ પણ તૈયારી કરી લીધી યુદ્ધ માટેની

મોખડાજી ને માણસો કહે છે , ” બાપુ બાદશાહ ની દરિયા જેવડી ફોજ નો સામનો આપડા થી થાય નહિ , દરિયા માં વહાણ વહેતા મૂકી ને ભાગી જઈએ ”
ત્યારે મોખડાજી ગોહિલ એમ કહે છે કે , ” આપડા થી ભગાય નહિ , ગરાસીયા ના દીકરા કોઈ દિવસ પાછા ડગલા નો માંડે ”

બંને સેના સામ સામે આવી ગઈ છે , આ બાજુ મોખડાજી ની સેના ભગવાન અને માતાજી ના નામ થી આખું ગગન ગુંજાવી મુકે છે અને સામે મુસલમાનો એલી એલી નો નાદ કરે છે , અને પછી ઘમસાણ થાય છે બંને ફોજ વચ્ચે , રણમેદાન માં રમખાણ મચે છે , તલવારું ને ભાલા ને રણસિંગા ગાજે છે , હાથી,ઘોડા ને માણસો ના દેહ પડવા લાગ્યા છે , પણ આજ મોખડાજી ને શૂરતાન ચઢ્યું છે , ભડવીર બંને હાથ માં તલવાર લઇને દુશ્મનો ને ગાજર -મૂળા ની જેમ કાપતા જાય છે , પણ લડતા લડતા મોખડાજી ગોહિલ નું માથું જે છે એ કપાઈ જાય છે , માથું ઘોઘા ગામ પાસે પડે છે , પણ મોખડાજી નું ધડ પડતું નથી , ધડ એ ધિંગાણા માં ઘમસાણ મચાવે છે , જાણે છાતીએ આંખો ફૂટી હોય એમ એકલું ધડ બેય હાથે તલવારું થી હજી પણ દુશ્મનો ને કાપે છે , મુસલમાનો મૂંઝાય છે કે આ ધડ ને શાંત પાડવા માટે શું કરવું , કારણ કે મોખડાજી ના ધડ એ એકલા હાથે બાદશાહ ની મોટા ભાગ ની સેના ને કાપી નાખી છે અને રાજા ના ધડ ને આમ લડતું જોઈ મોખડાજી ની સેના માં ઔર જોમ વધે છે , દુબળો પાતળો દેહ ધરાવનારો પણ હાથી ને કાપતો હતો , ત્યાં એક મૌલાના ગળી વાળો મંત્રેલો દોરો મોખડાજી ના ધડ પર નાખે છે અને ઘોઘા કે જ્યાં મોખડાજી નું માથું પડ્યું હતું ત્યાંથી સાત કોસ દૂર આજ નું જે ખદરપર ગામ છે એના સીમાડે મોખડાજી નું ધડ પડે છે , માથું પડ્યા પછી સાત કોસ સુધી મોખડાજી ગોહિલ નું માત્ર ધડ લડે છે

રંગ છે આવા વીર ગરાસીયા ને
જય હો વીર મોખડાજી ગોહિલ ની

માથું પડિયું ઘોઘાને પાદરે રે લોલ..!
ધડ ધિંગાણે મચાવે ઘમસાણ રે…
મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોલ…!!!

વીર મોખડાજી ગોહિલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ” -ખદરપર

 

Mokhadaji Gohil (1309–1347) was a Rajput ruler of Ghogha, near Bhavnagar in Gujarat during the mid 14th century. He was a descendant of Sejakaji Gohil of Khergadh who migrated to Saurashtra during early 13th century. Mokhadaji Gohil was contemporary of Muhammad bin Tughluq, (1325–1351) of Tughluq dynasty in Delhi.

Background and birth
Mokhadaji Gohil was born to Gohil Rajput ruler Ranji Gohil of Ranpur, a small jagir near Dhandhuka in present day of Ahmedabad district. Ranji Gohil was son of Sejakaji Gohil of Khergadh in Rajasthan. Ranji Gohil was contemporary of last Hindu ruler Karan Vaghela of Patan. Alauddin Khilji had sent the army in 1297 under the generalship of Ulugh Khan and Nusrat Khan to attack on Patan and Somanath in Gujarat. They had defeated Karan Vaghela of Patan and sacked Somanath temple and broke the Shiva lingam that had been worshipped there. They were carrying the broken pieces back to Delhi. On their way, Ranji Gohil of Ranpur attacked Alauddin Khilji’s army after hearing that Alauddin’s army had captured queen of Karan Vaghela from Patan. Ranji Gohil died in the battle but could not release the Vaghela queen. Meanwhile, 16 wives of Ranji Gohil were waiting for their husband’s return to Ranpur Fort but all of them committed jauhar in a well inside the fort after hearing about his death. New born Mokhadaji Gohil was carried away safely to Dholera after his father’s death. He was brought up by Dhanmer Thakor who had a strong naval influence in Gulf of Khambhat during that time.

Reigns
Dhanmer Thakor of Dholera due to his old age had given the throne of Dholera to Mokhadaji Gohil and decided to spend the rest of his life in Himalayas. Dhanmer Thakor went to Himalayas and young Mokhadaji accompanied him around 1320 AD. On his return from Himalayas, Mokhadaji visited Delhi to find out about the situation because at that time, it was the political center for most of India. He met Khusro Khan in Delhi. Khusro Khan encouraged him to fight against the Turks to save his motherland. He returned from Delhi and strengthened his navy to fight with the Delhi Sultanate. Meanwhile, Khusro Khan died in battle fighting against Ghiyas ud-Din Tughluq who founded the Tughluq dynasty in 1320 in Delhi.

Preparing to fight against Delhi sultanate

He captured Ghogha and founded his new capital in Piram Island near Ghogha. When he got information about moving of treasure by Delhi Sultanate through Khambhat port, his navy looted all wealth and captured the Khambhat port. At that time, Muhammad Bin Tughluq ruled in Delhi after his father’s death in 1325. Mokhadaji used all looted wealth to strengthen his navy. Soon after he captured Talaja from Jethava Rajput and married his daughter. He also married a princess of Rajpipala.

Now all of the sea territories of Saurashtra region from Khambhat to Somnath came under his rule. Some of the local rulers had supported him to strengthen his navy which was based at Piram and Chach Island near present Pipavav Port. Therefore all who rebelled against Delhi Sultanate under leadership of Mokhadaji Gohil were recognized as Chachiya, a word came after their presence in Chach island. Presently,the word Chachiya in Gujarati means sea pirates.

War with Mohammad Bin Tughlaq
It became very difficult for the Delhi sultanate to carry out its overseas trade through Khambhat and Bharuch ports due to the presence of Mokhadaji in Piram Island. The sultan decided to conquer Piram Island to free his ports from Mokhadaji’s threat, and sent his army to defeat Mokhadaji Gohil. The sultanate army decided to cordon Piram Island through the sea route from Khambhat, Bharuch and Ghogha but they were less experienced in naval war and were easily defeated by Mokhadaji Gohil’s experienced navy. This was the first unsuccessful assault of the sultan on Piram Island.

Thereafter, Muhammad bin Tughluq himself came to Gujarat to fight with Mokhadaji Gohil. He kept his base at Ghogha and decided not to move until Mokhadaji was killed. In the first few months, he didn’t succeed in his attempts to capture Piram Bet. If Mokhadaji came on shore to fight, he would have a chance to win the battle due to his larger army. Therefore he sent a rich vaishnav trader of Khambhat who was promised a trade benefit. The trader went to Piram and emotionally told Mokhadaji that local people are very harassed and uncomfortable with the presence of Sultan’s army which was trying to capture Piram and they will not move until they fight with you. Soon after, Mokhadaji decided to fight with Sultan on land. He ordered his army to fight on shore. Mokhadaji was wounded in the battle but continued to fight with sultan’s army. He was beheaded near Ghogha and he collapsed near Khadarpar Village. This happened in 1347. Muhammad bin Tughluq was so upset on seeing Mokhadaji horribly beheaded in the battle that he didn’t sleep for many nights. He died on his way to Thatta (Sindh) in 1351.

Character
During his military career and his many campaigns his strong religious and warrior code of ethics, exemplary character and deep seated and uncompromising spiritual values directed him to offer protection to houses of worship, non-combatants, women and children.

Succession
After the death of Mokhadaji Gohil, his descendants moved to Rajpipala near Bharuch, and ruled there till Indian independence from British in 1947.

Wikipedia

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators